Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હવે દિલ્હીથી વોશિંગટન જવા માટે માત્ર આટલા પૈસા જ ચૂકવવા પડશે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીથી અમેરિકા અને કેનેડાની વિમાન મુસાફરી માત્ર 13,499 રૂપિયામાં કરી શકો છો. આઈસલેન્ડની એરલાઈન વોવ (WOW) એરલાઈને પોતાની ફ્લાઈટ્સ માટે ઓછા દરો રજુ કર્યા છે.

જારી કરાયેલી એક વિજ્ઞપ્તિ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી પોતાના કેન્દ્ર આઈસલેન્ડના રેકઝાવિક માટે સાત ડિસેમ્બરથી ફ્લાઈટ શરૂ કરાશે. તેની શરૂઆત કરતા વોવ એર 3 અઠવાડિય ફ્લાઈટ્સ ચલાવશે. કંપની આ ફ્લાઈટ્સ દ્વારા પોતાના કેન્દ્ર રેકજાવિકના રસ્તે મુસાફરોને ઉત્તર અમેરિકા તથા યુરોપ સાથે જોડશે. ત્યારબાદ ફ્લાઈટ્સની સંખ્યા વધારીને સપ્તાહમાં પાંચ કરાશે.

(5:02 pm IST)