Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

નમકથી લાવો સુંદરતામાં નિખાર

બધી છોકરીઓ પોતાના ચહેરાની સુંદરતાને વધારવા માટે માર્કેટમાં મળતા મોંઘા-મોંઘા બ્યૂટી પ્રોડકટ્સનો ઉપયોગ કરે છે છતા પણ નિખાર આવતો નથી. તેના માટેનો એક ઉપાય તમારા ઘરના રસોડાઙ્ગમાં જ છે. તે વસ્તુ છે મીઠુ (નમક) કે જેના ઉપયોગથી તમારી સુંદરતામાં તરત જ નિખાર આવશે.

૧. મોટા ભાગે છોકરીઓની ત્વચા ઉનાળામાં ખરાબ થઈ જાય છે. સ્કિન પરથી ડેડ સેલ્સને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરી શકાય છે. ડેડ સ્કિનને દૂર કરવા માટે થોડા નમકમાં જૈતુનનું તેલ, લવન્ડર તેલ, બદામનું તેલ નાખી વ્યવસ્થિત રીતે મિકસ કરો. હવે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. એવુ કરવાથી તમારો ચહેરો ચમકવા લાગશે.

૨. કેટલીયવાર વિટામીનની કમી હોવાના કારણે નખ કમજોર અને પીળા થઈ જાય છે. નખની ચમક અને મજબૂતી માટે એક ચમચી નમકમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી બેકિંગ સોડા મિકસ કરી તમારા નખ પર લગાવો. ત્યારબાદ તેને નવશેકા ગરમ પાણીથી ધોઈ લો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી તમારા નખ સુંદર અને ચમકદાર બની જશે.

(10:28 am IST)