Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

હીરાના ઘરેણાની ચમક બનાવી રાખવા આવી રીતે લો સંભાળ

ડાયમંડ જ્વેલરી પહેરવી મહિલાઓને ખૂબ જ પસંદ હોય છે પરંતુ, ડાયમંડ જ્વેલરીની ચમક બનાવી રાખવા માટે તેની યોગ્ય સંભાળ લેવી પણ જરૂરી છે.

. તમે તમારી જ્વેલરીને હંમેશા બોકસમાં જ રાખો. ઘરેણાને બોકસમાં રાખવાથી વર્ષો સુધી ખરાબ થવાનો ડર રહેતો નથી.

. ડાયમંડ જ્વેલરીને સાફ કરવા માટે મુલાયમ ટૂથબ્રશનો ઉપયોગ કરવો. પરંતુ, ધ્યાન રાખવુ  કે હીરાની ઉપર નહીં પરંતુ, તેની આસપાસ હાથ સાથે નરમ બ્રશથી સાફ કરવું.

. હીરાની જ્વેલરીને કયારેય ધારદાર કે આર્ટીફીશ્યલ જ્વેલરી સાથે રાખવાની ભૂલ ન કરવી. તેનાથી હીરા પર સ્ક્રેચ પડી શકે છે. જેના કારણે હીરાની ચમક ઓછી થઈ જાય છે.

. જો તમે પરફયુમ, અત્તર કે હેર સ્પ્રેનો ઉપયોગ કરો છો તો ત્યારે હીરાના આભુષણ ન પહેરવા. તેમાં રહેલ કેમીકલ હીરાની ચમક ઓછી કરી શકે છે.

(10:28 am IST)
  • રાહુલ ગાંધી તો ‘‘પુણ્‍યાત્‍મા'' છે મને વિશ્વાસથી કર્ણાટકની સત્તા સોંપી : બેંગ્‍લોર : કર્ણાટકના મુખ્‍યમંત્રી કુમારસ્‍વામી નું નિવેદનઃ રાહુલ ગાંધી તો પુણ્‍યાત્‍મા છેઃ તેમણે મને વિશ્વાસથી કર્ણાટકની સત્તા સોંપી છેઃ અમને એક સારી તક મળી છે જેનો ઉપયોગ કરીશું access_time 12:20 pm IST

  • અમદાવાદ બીટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટના સાગરીતોની ધરપકડ : જીજ્ઞેશ મોરડીયા સહિત ૪ની ધરપકડ : સીઆઈડી ક્રાઈમ મુદ્દામાલના નિકાલ માટે કાર્યવાહી કરશે : જીજ્ઞેશ પાસેથી ૮ કિલો સોનુ જપ્ત કર્યુ : જીજ્ઞેશના ભાગે ૫૦૩ બીટકોઇન આવેલ : આ બીટકોઈન વેચી તમામ રૂપિયા વ્યાજમાં લગાડ્યા'તા access_time 5:34 pm IST

  • પેટાચુંટણી જંગ : બપોરે ૧૨ની સ્‍થિતિ દેશની ૪ લોકસભા બેઠકોની સ્‍થિતિ કૈરાના ભાજપ પાછળ - આરએલડી (૪૧૩૯૧ મતથી આગળ) પાલઘર ભાજપ આગળ ભંડારા - ગોંદિયા એનસીપી આગળ નાગાલેન્‍ડ એનપીએફ (નાગા પીપુલ્‍સ ફ્રન્‍ટ) આગળ access_time 1:07 pm IST