Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ચીન સાથે મળીને પાકિસ્તાન જૈવિક હથિયાર બનાવતું હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાને ચીનની સાથે જૈવિક હથિયારોને વિકસિત કરવાને લઇને કરેલી ડીલથી જોડાયેલા સમાચારોને ફગાવી દીધા છે. પાકિસ્તાની વિદેશ વિભાગે કહ્યું કે, તેણે ચીનની સાથે એવી કોઈ ડીલ નથી કરી. એક ઑસ્ટ્રેલિયાઈ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીન અને પાકિસ્તાન મળીને એન્થ્રેક્સ જેવા ઘાતક જૈવિક હથિયાર વિકસિત કરવામાં લાગ્યું છે. રવિવારનાં એક નિવેદનમાં પાકિસ્તાની વિદેશ વિભાગે દાવો કર્યો છે કે આ રિપોર્ટ રાજનીતિથી પ્રેરિત અને ખોટો છે. આમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે સંપૂર્ણ કહાની અજ્ઞાત સૂત્રો દ્વારા લખવામાં આવી છે.

        મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાનની બાયો સેફ્ટી લેવલ-3 લેબ વિશે કંઇપણ છુપુ નથી. 23 જુલાઈનાં પ્રકાશિત એક લેખમાં ઑસ્ટ્રેલિયાનાં ખોજી સમાચાર પત્ર ધ ક્લેક્સને કહ્યું હતુ કે પાકિસ્તાન અને ચીને જૈવિક હથિયારોની ક્ષમતાનો વિસ્તાર કરવા માટે ત્રણ વર્ષ માટે એક સીક્રેટ કરાર કર્યો છે. આ રિપોર્ટમાં એન્થની ક્લેને કહ્યું છે કે વુહાન લેબે પાકિસ્તાનની મિલિટ્રી ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઑર્ગેનાઇઝેશનની સાથે ઉભરતી સંક્રામક બીમારીઓ પર રિસર્ચ અને સંક્રામક બીમારીઓનાં જૈવિક નિયંત્રણ માટે કરાર કર્યા છે.

(6:40 pm IST)