Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કોરોનાની ઝપેટમાં હવે ઇરાનના ડેપ્યુટી સ્વાસ્થ્ય મંત્રી આવી ગયાઃ રિપોર્ટ પોઝીટીવ આવતા સારવારમાં

તેહરાનઃ કોરોનાની ઝપેટમાં હવે ઈરાનના ડેપ્યુટી સ્વાસ્થ્ય મંત્રી પણ આવી ગયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રાલયના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રીના મીડિયા સલાહકાર અલીરજા વહાબજાદેહે એક ટ્વીટમાં કહ્યું, 'નાયબ સ્વાસ્થ્ય મંત્રી ઇરાજ હરીચીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.'

50 લોકોની મોતનો દાવો ખોટો

હરીચીને હંમેશા ઉધરસ રહેતી હતી અને સોમવારે સરકારી પ્રવક્તા અલી રબીની સાથે સંવાદદાતા સંમેલન દરમિયાન તેઓ પરસેવો લૂતા જોવા મળ્યા હતા. હરીચીએ સંમેલનમાં એક સાસંદના તે દાવાનો નકાર્યો કે શિયા તીર્થ શહેર કોમમાં વાયરસથી 50 લોકોના મોત થયા છે.

અત્યાર સુધી કુલ 15 લોકોના મોત

ઈરાને મંગળવારે વધુ ત્રણ મોત અને ચેપગ્રસ્ત 34 નવા મામલાની ખાતરી કરી જેથી દેશમાં આ વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 15 અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 95 થઈ ગઈ છે. પરંતુ ત્યાંના સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, સ્થિતિ ખતરનાક થઈ રહી છે, પરંતુ સરકાર આંકડા છુપાવી રહી છે. મામલો ધર્મ સાથે જોડાયેલો છે, તેથી કોમમાં મસ્જિદને બંધ કરવામાં આવી નથી, જેથી તેના ફેલવાનો ખતરો વધુ વધી ગયો છે.

મેડિકલની સુવિધાનો પણ અભાવ

ઈરાનમાં મેડિકલ સુવિધાનો પણ અભાવ છે. ત્યાં સારી હોસ્પિટલ અને ડોક્ટરોની કમી છે. ત્યાં સુધી દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના લોકો માટે જરૂરી માત્રામાં માસ્ક પણ ઉપલબ્ધ નથી. ઘણી નર્સોને પણ ચેપ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ડરનો માહોલ છે. જરૂરી સુરક્ષાના અભાવમાં તે દર્દીઓની દેખભાળ કરવામાં આનાકાની કરી રહી છે.

(5:11 pm IST)