Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મહિલાના શરીરમાંથી યૂરિનને બદલે નીકળે છે આલ્કોહોલ, ડોકટર્સ પણ આશ્ચર્યમાં

લંડન, તા.૨૬: દારૂ પીધા બાદ શરીરમાંથી આલ્કોહોલનું મળવું સામાન્ય વાત છે પણ એમનું શું જેણે કયારેય દારૂ પીધો જ ન હોય અને છતાં શરીરમાંથી આલ્કોહોલ મળી આવે. આવું જ કંઈક એક મહિલા સાથે બન્યું જેના લીવરનું ડોકટર્સે એમ કહીને ઓપરેશન કરવાની ના પાડી દીધી કે, તેના યૂરિન ટેસ્ટમાં આલ્કોહોલ મળી આવ્યું છે. જોકે, જયારે મહિલાએ એવો દાવો કર્યો કે, તેણે જિંદગીમાં કયારેય દારૂ પીધો નથી ત્યારે ડોકટર્સે આ મામલે તપાસ કરી અને જે સામે આવ્યું તે ખરેખર દંગ કરી દેનારું હતું. અસલમાં આ મહિલાના શરીરમાં યૂરિનને બદલે આલ્કોહોલ બની રહ્યું હતું.

મહિલા વિશે આ વાત Annals Of Iternal Medicineમાં છપાઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહિલાના બ્લેડરમાં યૂરિનને બદલે આલ્કોહોલ બની રહ્યું હતું. ડોકટર્સ પોતે આ જાણીને દંગ છે. આને ઓટો બ્રીવરી સિન્ડ્રોમ નામ અપાયું છે.

સ્ટડી અનુસાર, એક ૬૦ વર્ષની મહિલાને પોતાના લીવરની સર્જરી કરાવવાની હતી પણ તેને હોસ્પિટલવાળા વારંવાર ના પાડી રહ્યાં હતા. આનું કારણ એ હતું કે, તેના યૂરિન ટેસ્ટમાં આલ્કોહોલ મળી આવ્યું હતું. ડોકટર્સને લાગતું હતું કે, મહિલા દારૂ પીવે છે. મહિલાને અસલમાં સિરોરીસ અને ડાયાબિટીઝ પણ છે. ગત વર્ષે આ મહિલાનો કેસ એક પેથોલોજિસ્ટ અને UPMC કિલનિકલ ટોકસીકોલોજી લેબના ડિરેકટર કેનિચી તમામાની પાસે પહોંચ્ય. તેમણે જયારે દાવાઓના આધારે તપાસ કરી તો નોંધ્યુ કે, મહિલામાં વિચિત્ર સિન્ડ્રોમ છે. આ સિન્ડ્રોમના કારણે મહિલાના શરીરમાંથી જ આલ્કોહોલ બની રહ્યું હતું જે યૂરિનના માધ્યમથી બહાર નીકળી રહ્યું હતું.

(3:26 pm IST)