Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભૂતપૂર્વ સૈનિકે ૬૨ વર્ષની ઉંમરે ૪૯૫ મિનિટ સુધી પ્લેન્ક કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

શિકાંગો,તા.૨૬:અમેરિકાના શિકાગોના પશ્ચિમી પ્રાંતના નેપરવિલેમાં રહેતા ૬૨ વર્ષની ઉંમરના નૌકાદળના ભૂતપૂર્વ સૈનિક જયોર્જ હૂડે ૮ કલાકથી વધારે સમય સુધી પ્લેન્કિંગ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જયોર્જ હૂડે ૧૫ ફેબ્રુઆરીએ ૮ કલાક ૧૫ મિનિટ અને ૧૫ સેકન્ડ સુધી એબ્ડોમિનલ પ્લેન્કિંગ કર્યું હતું.

જયોર્જ હૂડે ૨૦૧૧માં પહેલી વખત પ્લેન્કિંગનો ૧ કલાક ૨૦ મિનિટનો રેકોર્ડ નોંધાવ્યો હતો, પરંતુ ૨૦૧૬માં ચીનના માઓ વેદોંગે તેમનો રેકોર્ડ તોડ્યા બાદ જયોર્જ ફરી નવો વિશ્વવિક્રમ સ્થાપવા પ્રયત્ન કરવા માંડ્યો હતો. ૧૫ ફેબ્રુઆરીએ વિશ્વવિક્રમ માટે પ્લેન્કિંગ કરવા જયોર્જ ૧૮ મહિનાથી રોજ ૭ કલાક રિયાઝ કરતો હતો. જયોર્જ વ્યાયામ ક્ષેત્રે વધુ વિક્રમ સ્થાપિત કરવાના ઇરાદાથી પુશઅપ્સનો વિક્રમ પણ તોડવા ઇચ્છે છે. તે એક કલાકમાં ૨૮૦૬ પુશઅપ્સ કરવા ઇચ્છે છે.

(3:26 pm IST)