Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

આ વિટામીનને લેતા પહેલા જરા થઈ જજો સાવધાન !

કોરોના વાયરસ મહામારીની આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઈમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામીન ખાતા જોતા હશો. પરંતુ, તમને ખબર છે કે તેના લીધે તમારા શરીરમાં ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. જી હા, આ સાચું છે કે ડોકટરની સલાહ વિના મલ્ટી-વિટામીન્સનું સેવન ન કરવું જોઈએ.

. શરીરને થઈ શકે છે નુકસાન :

ફોર્ટિસ હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગના પ્રમુખ ડો.સુનીતા મિત્તલનું કહેવું છે કે કોરોના વાયરસથી બચવા માટે લોકો હાલ મલ્ટી-વિટામીનનું ખૂબ સેવન કરી રહ્યા છે. પરંતુ, ઘણા એવા વિટામિન છે જેનું સેવન કરવું ખતરનામ પરિણામ આપી શકે છે. જોકે વિટામિન-ડીનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં લકવાનો ખતરો થઈ શકે છે. આમ તો કોઈપણ દવાના સેવન પહેલા ડોકટરોની સલાહ લેવી સૌથી સમજદારીભર્યું પગલું છે.

સારી કંપનીઓની મલ્ટી-વિટામીન ખાવી સમજદારી :

એપોલો હોસ્પિટલમાં ઈન્ટરનલ મેડીસીન વિભાગના સીનીયર કંસલટેન્ટ ડો. તરૂણ સાહનીનું કહેવું છે કે મલ્ટી વિટામીનના કોમ્બોવાળી દવાઓનું સેવન યોગ્ય છે. જોકે તમે વિટામીનના અલગ-અલગ સેવન કરી રહ્યા છો તો તેના પર રોક લગાવવું પણ મુશ્કેલ છે. એવામાં સારી કંપનીઓના મલ્ટી વિટામીન કોમ્બો ડોકટરી સલાહ સાથે ફાયદાકારક હોય શકે છે.

ઉલ્લેખનીય છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો જે લોકોની ઈમ્યૂનિટી મજબૂત હોય છે તેમાં કોરોના વાયરસ હુમલો કરી શકતો નથી. મજબૂત ઈમ્યૂનિટીવાળા લોકો કોરોનાથી જલ્દી ઠીક થઈ જાય છે. એટલા માટે હાલ આખી દુનિયામાં મલ્ટી વિટામીન ખાવાનું ચલણ વધ્યું છે.

 

(9:49 am IST)