Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં વર્દીધારી મહિલાઓની સંખ્યા વધારવા અપીલ કરવામાં આવી

નવી દિલ્હી:કાંગોમાં તૈનાત ભારતીય મહિલા કમાન્ડરે જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનોમાં વર્દીધારી મહિલા કર્મીઓની સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને એ વાત પર પણ જોર આપ્યું છે કે આવી મહિલા કર્મચારીઓ।યુવતીઓ અને મહિલાઓ  માટે રોલ મોડલ સાબિત થઇ છે.

કાંગો ગણરાજયમાં સંયુક્ત રાષ્ટ્ર સંગઠન સ્થિરીકરણ મિશને ભારતીય મહિલા કાર્ય દળ (એફઇટી)ના કમાંડર કેપટન પ્રીતિ શર્માએ સેક ટાઇનથી વિડીયો સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના કુલ સૈન્ય શાંતિરક્ષકોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ચાર ટકા છે.

(6:45 pm IST)