Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ચીનમાં બીજા તબબક્કાનુ લોકડાઉન શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી: *બીજા તબક્કામાં જે પહેલા દર્દીને કોરોનાનું સંક્રમણ લાગુ પડ્યું એ 45 વર્ષના સ્ત્રી છે, જેઓ લોન્ડ્રી વર્કર છે. આશ્ર્ચર્યની વાત એ છે કે ટ્રેકિંગ અને ટ્રેસિંગની ટેક્નિકનો ઉપયોગ કરવા છતાં ચીનની સરકાર હજુ એ માલૂમ નથી કરી શકે કે આખરે એમના શરીરમાં વાયરસ આવ્યો કઈ રીતે? દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હોવાની જાણ તંત્રને નથી. આ કિસ્સો સૂચવે છે કે વિશ્વની સામે કોરોનાનો ખતરો કદાચ ક્યારેય નહીં ટળે!

લોકડાઉન દરમિયાન જિલિનના રહેવાસીઓને દર બે દિવસે ફક્ત એક વખત બહાર નીકળવાની મંજૂરી છે, અને એ પણ જરૂરી ચીજ-વસ્તુઓના સામાનની ખરીદી માટેના બે કલાક પૂરતી! જેમના ઘરમાં કોરોના ઇન્ફેક્ટેડ સભ્યો નથી એ નાગરિકો રહેઠાણની બહાર નીકળીને ખુલ્લા ચોક સુધી પહોંચે, એટલે સરકાર દ્વારા નીમવામાં આવેલા હેલ્થ-વર્કર દ્વારા તરત પહેલાં તમારા મોબાઇલમાં ક્યુ.આર. કોડ સ્કેન કરવામાં આવે અને શરીરનું તાપમાન માપવામાં આવે છે. કોરોનાનો શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની સુવિધા પણ ત્યાં જ રાખવામાં આવે છે.

(6:43 pm IST)