Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સોના કરતાં પણ મોંઘી છે આ ઇયળ પર લાગતી ખાસ ફૂગ, વેચાય છે અડધો કિલોના ૩૮ લાખ રૂપિયા

લંડન તા. રપ : શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોનાં વૈવિધ્યો જાણીતાં છ. પરંતુ વૈશ્વિક સ્તરે મશરૂમ્સની માફક વિશિષ્ટ પ્રકારની લીલ અને ફૂગ પણ વેલ્યુએબલ કોમોડિટીઝમાં  ગણાય છે. ઘોસ્ટ મોથ પતંગિયાની ઇયળોને અસર કરતી ઘાર્સાગુમ્બુ નામની ફૂગ વિશ્વના પરોપજીવી-પેરેસાઇટ પદાર્થોમાં સૌથી મોંઘી કારણ કે એ શકિતવર્ધક અને કામોત્તેજક રૂપે મશહુર છે. અડધા કિલો કરતાં ઓછા વજનના પ્રમાણમાં ફૂગ લગભગ ૩૮ લાખ રૂપિયા જેટલી કિંમતે વેંચાય છે.

ઘોસ્ટ મોથ પતંગિયા મુખ્યત્વે તિબેટમાં મળે છે. એ ઇયળો જમીનની અંદર ઉતરીને ઝાડ-છોડનાં મૂળને પોષણ આપતી હોય એ વખતે યાર્સાગામ્બુ ફૂગના પ્રભાવમાં આવે છે. ઇયળો ઉનાળામાં એમની ત્વચાના ઉપરના પડનો ત્યાગ કરે એ વખતે આ ફૂગની અસર થવાની શકયતા રહે છે. તિબેટની હોન્ગકોન્ગ અને ચીનનાં શહેરોમાં પહોંચતી યાર્સાગામ્બુ ફૂગ સ્થાનિક લોકોની આવકનું મોટું સાઘન છે. ૧૯૯૩માં ચીની એથ્લીટ્સે કેટલાક રોકર્ડ્સ તોડયા ત્યારે તેમના કોચ શકિતવર્ધક યાર્સાગામ્બુને કારણે ખેલાડીઓની ક્ષમતા વધી હોવાનો દાવો થાય છે.

(2:56 pm IST)