Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વરસાદી મોસમમાં જો માઈગ્રેનની સમસ્‍યા સતાવેતો અજમાવી જુઓ આ રહયા ચાર ઉપાયો...

વરસાદીયા વાતાવરણમાં ઘણી વખત માથાના દુખાવાની સમસ્યા રહે છે. તેમાં પણ જો આખો દિવસ કોમ્પ્યુટર,લેપટોપ કે ટીવીની સામે કામ કરનારા કે પછી બેસી રહેનારા લોકોને સમસ્યા સતાવતી હોય છે. ત્યારે સમસ્યા આમ તો મોટી છે. પણ લોકો તેને સામાન્ય ગણી લે છે અને તેનાં વિશે બોલવનું ટાળતા હોય છે. ત્યારે અમે આપની માટે સમસ્યાનું સમાધાન લઇને આવ્યાં છીએ. બજારમાંની કોઇપણ દવા લીધા વગર જડમૂળથી આપની બિમારીને દૂર કરતી કેટલીક આસાન ટિપ્સ લઇને આવ્યાં છીએ.

આદુ અને લીંબુ પાણી- આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે, એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો. તે હૂંફાળું થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે. જો તમે પી શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાસ લો.

ફુદીનાના પાન- ફુદીનાનો ગુણધર્મ ઠંડકનો છે, જ્યારે તે તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાના પાનને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો, અને તેને માથા પર લગાવો, તેનાથી ઠંડકનો અનુભવ થશે સાથે માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે. ઉપરાંત તમે ફુદીનાની ચા, ફુદીનાનું પાણી કે પછી ફુદીનો ચાવી પણ શકો છો.

તુલસીના પાન- તુલસીના પાનને ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.  

 લવિંગ- જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત 

(8:56 pm IST)