Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

યુદ્વમાં પગ ગુમાવી ચૂકેલા સૈનિકે બેઠા-બેઠાં ૫૦૫ કિલો વજન ઉઠાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 બ્રિટનના ભૂતપૂર્વ સૈનિક માર્ટિન ટોયે એક સમયે બ્રિટિશ આર્મીમાં સક્રિય હતા. ઇરાક, અફધાનિસ્તાન, લેબનન અને સાઇપ્રસમાં ફરજ બજાવી ચૂકેલા માર્ટિનના જીવનમાં ૨૦૦૯ના ઓગસ્ટ મહિનામાં ટર્નિગ પોઇન્ટ આવ્યો. તે એ વખતે અફધાનિસ્તાનમાં ફરજ બજાવી રહ્યો હતો. કાબુલમાં એક બોમ્બરે તેની પર અચાનક હુમલો કરતાં માર્ટિન ભયંકર જખમી થયો. તેનો જીવ બચી ગયો પણ એક પગ ગુમાવવો પડયો. પગ ગુમાવ્યા પછી માર્ટિનને લાગતું હતું કે શારીરિક અક્ષમતા પછીયે માણસ કમજોર નથી પડતો એ સાબિત કરવું જરૂરી છે. થોડા દિવસ પહેલાં ઇંગ્લેન્ડના બ્રાકસલ ગામમાં આયોજિત ઇવેન્ટમાં માર્ટિને બેઠા-બેઠા વજન ઊંચકવાનો પ્રયાસ કર્યો. ૫૦૫ કિલો વજન ઊંચકીને તેણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં પોતાના નામે વિક્રમ નોંધાવ્યો હતો.

(2:43 pm IST)
  • કેરળની વૈનાઇડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતથી આગળ છે જ્યારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે. access_time 5:47 pm IST

  • દિલ્હીના ભાજપ કાર્યાલયે જશ્નની ભવ્ય તૈયારીઓ : ૫ વાગ્યે નરેન્દ્રભાઈ પહોંચશે : ગાંધીનગરના કમલમ્ ખાતે પ્રચંડ ઉત્સાહનો જુવાળ access_time 12:44 pm IST

  • ઓડીશા વિધાનસભામાં ફરી નવીન પટનાયક સતા ઉપર બીરાજે છે : સતત ૨૦ વર્ષથી ઓડીશામાં શાસન સંભાળી રહેલ બીજેડી પક્ષના નવીન પટનાયક ફરી મુ.મંત્રી બની રહયા છે. તેમના પક્ષને ૭૮ અને ભાજપને ૨૨ તથા કોંગ્રેસને ૯ અન્યોને ૧ બેઠક મળી રહી છે. કુલ બેઠક ૧૧૭ બેઠક છે access_time 2:33 pm IST