દેશ-વિદેશ
News of Thursday, 23rd May 2019

યુદ્વમાં પગ ગુમાવી ચૂકેલા સૈનિકે બેઠા-બેઠાં ૫૦૫ કિલો વજન ઉઠાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 બ્રિટનના ભૂતપૂર્વ સૈનિક માર્ટિન ટોયે એક સમયે બ્રિટિશ આર્મીમાં સક્રિય હતા. ઇરાક, અફધાનિસ્તાન, લેબનન અને સાઇપ્રસમાં ફરજ બજાવી ચૂકેલા માર્ટિનના જીવનમાં ૨૦૦૯ના ઓગસ્ટ મહિનામાં ટર્નિગ પોઇન્ટ આવ્યો. તે એ વખતે અફધાનિસ્તાનમાં ફરજ બજાવી રહ્યો હતો. કાબુલમાં એક બોમ્બરે તેની પર અચાનક હુમલો કરતાં માર્ટિન ભયંકર જખમી થયો. તેનો જીવ બચી ગયો પણ એક પગ ગુમાવવો પડયો. પગ ગુમાવ્યા પછી માર્ટિનને લાગતું હતું કે શારીરિક અક્ષમતા પછીયે માણસ કમજોર નથી પડતો એ સાબિત કરવું જરૂરી છે. થોડા દિવસ પહેલાં ઇંગ્લેન્ડના બ્રાકસલ ગામમાં આયોજિત ઇવેન્ટમાં માર્ટિને બેઠા-બેઠા વજન ઊંચકવાનો પ્રયાસ કર્યો. ૫૦૫ કિલો વજન ઊંચકીને તેણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં પોતાના નામે વિક્રમ નોંધાવ્યો હતો.

(2:43 pm IST)