Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કોરોના વાઇરસથી બચવા ચીનથી આવતા યાત્રીઓનું જુદા-જુદા 7 એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવશે

નવી દિલ્હી:ચીનના અધિકારીઓએ હવે સ્વીકાર્યું છે કે, નવતર ઝડપથી પ્રસરી રહેલો વાઈરસનું એકમાંથી બીજા માણસમાં સંક્રમણ થઈ શકે છે. જાહેરાતથી ભારત સહિત વિશ્વના દેશોમાં ખતરાની ઘંટડી વાગવા લાગી છે. ભારતીય સતાવાળાઓએ હવે ચીનના કોઈપણ શહેરમાં આવેલા અથવા આવી રહેલા પ્રવાસીઓને ઓળખી કાઢવા કવાયત હાથ ધરી છે.

                  બૈજિંગના અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી જોવા મળેલા વાઈરસથી 14 મેડીકલ સ્ટાફને એપ લાગ્યો છે. કોરોનો વાઈરસની ચપેટમાં આપેલા દર્દીઓની સંખ્યા પણ ત્રણ ગણી થઈ છે અને ચીનના વધુ શહેરોમાં વાઈરસ પ્રસર્યો હોવાનું સામે આવ્યું છે.

 

(6:03 pm IST)