Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પેટ્રોલિયમ જેલી ભરીને આ ભાઇએ બાવડાં ફુલાવ્યાં હતાં, ડોકટરોએ સર્જરી કરીને ૧.૩૬ કિલો મૃત સ્નાયુઓ કાઢયા

ન્યુયોર્ક તા. ર૧ : બાવડેબાજ દેખાવાના અભરખાને કારણે એક રશિયન યુવકે ન કરવા જેવું કામ કરી નાખ્યું હતું. કિરીલ ટેરેસિન નામના આ ભૂતર્પૂવ સૈનિકે ઝટપટ બાવડાં ફુલાવી નાખવા માટે બાવડાંની અંદર પેટ્રોલિયમ જેલી ઠૂંસી હતી. લાંબા ગાળા સુધી આમ જેલી અંદર નાખ્યે જ રાખી હોવાથી એને કારણે સ્નાયુઓ ડેમેજ થવા લાગ્યા હતા. તેના શરીરની સરખામણીમાં અસામાન્ય રીતે ફૂલી ગયેલાં બાવડાંને કારણે એવી તકલીફ વકરી હતી કે આખરે સર્જરી કરવી પડી હતી. ડોકટરોનું કહેવું હતું કે જો તેણે સર્જરી કરીને સ્નાયુઓને થયેલું ડેમેજ દૂર ન કરાવ્યું હોય તો તેતેનો હાથ કપાવવો પડે એવી નોબત આવી હોત.

'પોપઆઇ'ન હુલામણા નામે જાણીતા કિરીલની સર્જરી કરીને ડોકટરોનું કહેવું છે કે પેટ્રોલિયમ જેલીનો જ કરાય, એને શરીરની અંદર દાખલ કરવામાં આવે તો એ નુકસાનકારણ છે. ફર્સ્ટ મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના સજર્યન ડમીટ્રી મેલ્નિકોવે પેશન્ટના હાથમાંથી તૂટેલા સ્નાયુઓના ટુકડા સાથેનો માંસનો  ગઠ્ઠો બતાવી કહ્યું હતું કે 'બાવડાંમાથી જેલી દૂર કરવાનું ઓપરેશન હજી રપ ટકા કરાયું છે પેટ્રોલિયમ જેલી સ્નાયુમાં ફેલાઇને કોષોને મારી નાખે છે આથી શરીરમાં દાખલ કરવામાં આવેલી બધીજ પેટ્રલિયમ જેલીને દુર કરવી પડશે. જોકે અમારે નસો જીવતી રાખવી પડશે જેથી તેનો હાથ કામ કરી શકે'.

(3:55 pm IST)