Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

બલુચિસ્તાનમાં સુરક્ષાકર્મીની ગાડીને નિશાન બનાવતા 6ને ઇજા

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં આજ એક સુરક્ષા ચોકી નજીક રાખવામાં આવેલ બાઈકથી કરવામાં આવેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 વ્યક્તિને ઇજા પહોંચી છે જયારે આસપાસની દુકાનો અને કારોને ભારે નુકશાન પહોંચ્યું છે.દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં ચમન શહેરના માલ રોડ પર રસ્તામાં ઉભેલ બાઇકમાં રિમોટ નિયંત્રિત બોંબ લગાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠને લીધું નથી.

(5:35 pm IST)