Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનના અનુભવની પહેલા જ સજાગ થયું સિંગાપોર:અગાઉ જ બાંધી લીધી હતી આઇસોલેશન હોસ્પિટલ

નવી દિલ્હી:  દુનિયાઆખીમાં સિંગાપોર જ એક એવો દેશ જ્યાં અત્યાર સુધી લોકડાઉન નથી કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં સિંગાપોરમાં કોરોનાના કુલ 266 કેસો છે, પરંતુ અહીં કોરોનાને લીધે હજુ સુધી ફક્ત બે જ મૃત્યુ થયા છે.

કોરોનાનો ખતરો હોવા છતાં ય સિંગાપોર કઇ રીતે પોતાને એમાંથી બચાવી શક્યું એ વિશ્વના બીજા દેશોએ સમજવા જેવું છે.

એ ભૂતકાળના અનુભવથી દેશ જાણતો હતો કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરોનાની મહામારી માટે તૈયાર નથી એટલે અહીં વર્ષો પહેલાં આઇસોલેશન હોસ્પિટલો બાંધવામાં આવી. આ ઉપરાંત નેગેટિવ પ્રેશર રૂમ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને એને માટે કાયદો બનાવવામાં આવ્યો હતો.

(6:19 pm IST)