Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રશિયામાં પૂલ તૂટવાના કારણે 6 લોકોના મૃત્યુ: 14 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: રશિયાના સાઈબેરિયાઈ વિસ્તાર ક્રાસ્નોયાસ્ક ક્રાઇમાં શનિવારના રોજ એક પૂલ તૂટવાના કારણે ઓછામાં ઓછા  6 લોકો મોતને ભેટ્યા છે તેમજ 14 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આપાતકાલીન મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ દુર્ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી 6 લોકોના મૃત્યુ થયા છે તેમજ 14 લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી 10 લોકોની કોઈ દેખભાળ મળી રહી નથી.

               મંત્રાલયની સ્થાનીય શાખાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ દુર્ઘટના શનિવારના રોજ સવારે બની હતી આ દુર્ઘટનાથી  આપાતકાલીન તેમજ રાહત બચાવ દળના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

(6:29 pm IST)