Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

લેબનાનમાં સરકાર વિરોધી પ્રદર્શન: 50 સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પશ્ચિમ એશિયાઈ દેશ લેબનાનની રાજધાની બૈરુતમાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમ્યાન થયેલ હિંસામાં ઓછામાં ઓછા 52 સુરક્ષાકર્મીઓને ગંભીર રીતે ઇજા પહોંચી છે. લેબનાન  આંતરિક  સુરક્ષાબળોના કહેવા મુજબ શુક્રવારના રોજ થયેલ સરકાર વિરોધી પ્રદર્શનો દરમ્યાન  70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

            લેબનાનમાં અર્થવ્યવસ્થાની ખરાબી હોતી સ્થિતના કારણે પ્રદર્શનકારી ઉપસ્થિત સરકારને બરખાસ્ત કરવાની માંગને લઈને  રાજધાની બેરૂત સહીત દેશના વિભિન્ન શહેરોમાં ગુરુવારથી  વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:28 pm IST)