Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

અમેરિકન કંપનીએ બનાવેલ કોરોનાની વેક્સિનને મળી 95 ટકા સફળતા

નવી દિલ્હી: અમેરિકન કંપની મૉડર્નાના વૅક્સિન ટ્રાયલના ડેટાના શરૂઆતનાં પરિણામો જણાવે છે કે કોવિડ મહામારી વિરુદ્ધ સુરક્ષા આપનાર નવી વૅક્સિન 95 ટકા સુધી સફળ છે. થોડા દિવસ પહેલાં જ દવા કંપની ફાઇઝરે પોતાની વૅક્સિન 90 ટકા લોકો પર સફળ રહેવાની જાણકારી આપી હતી. હવે આશા છે કે આ વૅક્સિન મહામારીનો અંત કરવામાં મદદરૂપ સાબિત થશે. મૉડર્નાનું કહેવું છે કે આ કંપની માટે એક ઐતિહાસિક દિવસ છે અને તેઓ આગામી અમુક અઠવાડિયાંમાં વૅક્સિનનો ઉપયોગ શરૂ કરવાની અનુમતિ મેળવવા જઈ રહી છે. જોકે, વૅક્સિન વિશે હજુ સુધી શરૂઆતનો ડેટા જ ઉપલબ્ધ છે અને ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળવાનું બાકી છે.

(4:02 pm IST)
  • શિવસેનાના સુપ્રિમો બાલાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલી અર્પણ : આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમની સમાધી ઉપર શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા : તેમની સાથે તેમના પત્નિ રશ્મી ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ જોડાયા હતા access_time 1:05 pm IST

  • દિલ્હીની કેટલીક બજારોમાં લોકડાઉન આવી રહ્યાના સંકેતો મળે છે : દિલ્હીમાં કોરોના એ જબરો ઉપાડો લીધો છે. દરરોજ સાડા ત્રણથી ચાર હજાર કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે, દિલ્હીની કેજરીવાલ સરકારે કોવિડ હોટ સ્પોટ ગણાતા મહત્વની માર્કેટોમાં લોક ડાઉન લાદવાનો પ્લાન ઘડી કાઢવાનું જાણવા મળે છે. access_time 5:36 pm IST

  • રશિયાથી કોરોના વેકસીનની પ્રથમ ખેપ આવી પહોંચી : કોરોના સામેની રશિયાની સ્પુટનિક-વી કોવિડ-૧૯ વેકસીનનો પ્રથમ જથ્થો આજે મુંબઇ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ ઉપર આવી પહોંચેલ હતો. access_time 5:52 pm IST