દેશ-વિદેશ
News of Tuesday, 17th November 2020

અમેરિકન કંપનીએ બનાવેલ કોરોનાની વેક્સિનને મળી 95 ટકા સફળતા

નવી દિલ્હી: અમેરિકન કંપની મૉડર્નાના વૅક્સિન ટ્રાયલના ડેટાના શરૂઆતનાં પરિણામો જણાવે છે કે કોવિડ મહામારી વિરુદ્ધ સુરક્ષા આપનાર નવી વૅક્સિન 95 ટકા સુધી સફળ છે. થોડા દિવસ પહેલાં જ દવા કંપની ફાઇઝરે પોતાની વૅક્સિન 90 ટકા લોકો પર સફળ રહેવાની જાણકારી આપી હતી. હવે આશા છે કે આ વૅક્સિન મહામારીનો અંત કરવામાં મદદરૂપ સાબિત થશે. મૉડર્નાનું કહેવું છે કે આ કંપની માટે એક ઐતિહાસિક દિવસ છે અને તેઓ આગામી અમુક અઠવાડિયાંમાં વૅક્સિનનો ઉપયોગ શરૂ કરવાની અનુમતિ મેળવવા જઈ રહી છે. જોકે, વૅક્સિન વિશે હજુ સુધી શરૂઆતનો ડેટા જ ઉપલબ્ધ છે અને ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળવાનું બાકી છે.

(4:02 pm IST)