Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ટૂથપિકથી કેટલી મકાઇ ખવાય? ૩ મિનિટમાં ર૪૧ દાણા

ન્યુયોર્ક તા. ૧૭: અમેરિકાના ઇડાહોમાં રહેતા ડેવિડ રશ નામના ભાઇ ઇલિનોઇમાં આવેલી એક લાઇબ્રેરીની મુલાકાતે ગયા ત્યારે તેમને નવો રેકોર્ડ બનાવવાનું મન થયું. ડેવિડે ગયા વર્ષે આ લાઇબ્રેરીમાં પુલ કર્યું એટલે કે પૂલ-ગેમ રમવા માટેની જે સ્ટિક હોય છે એ કપાળ પર બેલેન્સ કરીને સૌથી વધુ સમય માટે સ્થિર ઊભા રહેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે તેમણે ટૂથપિકથી મકાઇનો એક-એક દાણો ખાવાની ચેલેન્જ ઉપાડી હતી. જૂનો રેકોર્ડ ત્રણ મિનિટમાં ર૩૬ મકાઇના દાણા ખાવાનો હતો. ડેવિડ રશે પહેલી બે વાર નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્રીજા અને છેલ્લા પ્રયાસમાં ૩ મિનિટમાં ર૪૧ દાણા ખાઇને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ડેવિડને વર્લ્ડ રેકોર્ડ ભેગા કરવાનો નશો છે. અત્યાર સુધીમાં તેણે ૮૩ ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સ બનાવ્યા છે જેમાંથી ૪૦ હજીયે કોઇએ તોડયા નથી.

(3:17 pm IST)