Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જાણો આ આરોગ્ય ટીપ્સ

 નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મિકસ કરીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.

 રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરૂ, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીને પીવાથી ફાયદો થશે.

 ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિકસ કરીને પીવાથી રાહત થશે.

 સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

 મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

 હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.

 એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મધ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.

 જે વ્યકિતને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરૂ પાવડર નાખીને એક ચમચી પીવો.

(9:47 am IST)