Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કેનેડામાં ઘરમાં સુતેલ મહિલાની બાજુમાં અચાનક જ પડી ઉલ્કાપિંડ

નવી દિલ્હી: દુનિયાભરમાં, ઠેક ઠેકાણે ઘણા દેશોમાં ઉલ્કા-પિંડો પડવાની ઘટના જાણવા મળે છે. આવા ઉલ્કા પિંડોની કિંમત પણ ઘણી જ ઉપજે છે. તે કિંમત એટલી બધી ઉપજે છે કે ઉલ્કા પીંડ પ્રાપ્ત કરનાર માલા-માલ થઈ જાય છે. આવી એક ઘટના કેનેડામાં બની હતી. જેમાં પોતાના પલંગ ઉપર એક મહિલા સૂતી હતી ત્યાં અચાનક મોટા ધડાકા સાથે એક ઉલ્કાપિંડ તેના પલંગની બાજુમાં પડયો. મહિલાએ ઉપર જોયું તો તેની છત પણ તૂટી ગઈ હતી અને ઉલ્કા પિંડે તે બાકોરું પાડી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. આ મહિલા એટલી નસીબદાર હતી કે તે ઉલ્કાપિંડ તેના પલંગથી પણ ૨-૩ ઇંચ દૂર પડયો હતો. જો તે તેની છાતી ઉપર જ પડયો હોત તો મહિલાના ત્યારે જ રામ રમી ગયા હોત. આ ઉલ્કા પિંડપાતથી ગભરાઈ ગયેલી મહિલા રૂથ હેમિલ્ટને પાડોશીઓને તુર્ત જ જગાડયા અને તે ઉલ્કા પિંડ દર્શાવ્યો. ત્યારે પાડોશીઓએ કહ્યું હતું કે તું નસીબદાર છે. જો તે તારી છાતી ઉપર જ પડયો હોત તો તારા રામ રમી ગયા હોત. હવે તું આ 'પથ્થર' વેચવા કાઢીશ તો તને સારી એવી રકમ પણ મળશે.

(6:24 pm IST)