Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કેલિફોર્નિઆયામા ફાયરિંગની ઘટનામાં બંદૂકધારીએ પાંચ લોકોની હત્યા કરી આપઘાત કર્યો

નવી દિલ્હી:અમેરિકાના કેલિફોર્નિયામાં એક બંદૂકધારીએ પાંચ લોકોને ગોળી મારીને ઠાર કરી પોતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોમાં આ બંદૂકધારીની પત્નીનો પણ સમાવેશ થાય છે. આ અજાણ્યા બંદૂકધારીએ દ‌િક્ષણ કેલિફોર્નિયામાં પાંચ લોકો પર ગોળીઓ વરસાવીને તેમને માેતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર આ અજાણ્યા બંદૂકધારીએ પોતાની પત્ની અને બેકર્સ ફિલ્ડ કંપનીના એક ટ્રક ડ્રાઇવરને પણ મારી નાખ્યો હતો. આ ઘટના શેરીફ નજીક ઘટી હતી. કેર્ન કાઉન્ટી શેરીફના ડોની યંગબ્લડે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના બુધવારે સાંજે પ-૩૦ કલાકે એક વેપારી કેન્દ્રમાં અને બેકર્સ ફિલ્ડના એક ઘરમાં ઘટી હતી. આ સ્થળ નોર્થ લોસ એન્જલસથી ૯૦ માઇલ દૂર છે.

(6:39 pm IST)
  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST