Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ડુંગળી કાપવાના આ ઉપાય થી હવે આંખમાં નહિં આવે આસું !

. ડુંગળીનો શ્રેષ્ઠ ઉપયોગ કિચનમાં આવે છે. આ બધા વ્યંજનો ને સ્વાદિષ્ટ બનાવે છે. આ તીવ્ર ગંઘક ધરાવતો તેજ પદાર્થ છે. તેથી જ્યારે આને કાપવામાં આવે ત્યારે લોકોને રડાવે પણ છે.

. આજે આને કાપવાની એવી રીત વિષે જણાવવાના છીએ જે તમારી આંખમાંથી આંસુ નહિં લાવે. ડુંગળીમાં એક એવું રસાયણ હોય છે જેનું નામ સાઈન-પ્રોપેન્થીયલ-એસ-ઓકસાઈડ છે. આ રસાયણ આપણી આંખોમાં લેક્રાઈમલ ગ્લેન્ડને ઉત્તેજિત કરે છે. આનાથી આંખોમાં આંસુ આવે છે.

. આનાથી બચવા માટે એક ડુંગળી લઈ તેને પાણીની અંદર કાપવી (એક પ્લેટમાં પાણી નાખી તેની અંદર ડુંગળી મૂકી) આમ કરવાથી આમાં રહેલ સલ્ફયુરિક કમ્પાઉન્ડ તમારી આંખમાં નહિં પહોચે.

. ઠંડી ઓનિયનથી આંખમાંથી આંસુ નહિં આવે. ડુંગળીને કાપતા પહેલા ફ્રીઝરમાં ૧૦ થી ૧૫ મિનીટ માટે મૂકી ઠંડી થવા દેવી. આનાથી હવામાં મળતા એસીડ એન્ઝાઈમની માત્રા ઓછી થાય છે અને આને કાપતા સમયે આંખમાં બળતરા પણ નહિં થાય.

. આ સિવાય ડુંગળી કાપતા પહેલા ચાકુ પર લીંબુનો રસ પણ તમે ઘસી શકો છો. આનાથી આંસુ નહિં નીકળે.

. ડુંગળી કાપતા સમયે પોતાના મોઢામાં એક ટુકડો બ્રેડનો રાખી ચાવવો. આ ટુકડાને ધીરે-ધીરે ચાવવો. આનાથી આંખમાં આંસુ નહિ નીકળે. તમે મીંટ ગમ ને પણ ચાવી શકો છો.

. જ્યારે તમે ડુંગળીને કાપો ત્યારે તેની બાજુમાં મીણબત્તીને સળગાવીને રાખો. ડુંગળી મંથી જે ગેસ નીકળે તેને મીણબત્તીની વાઈટ ખેંચી લે છે. તેથી આનાથી પણ આંખમાં પાણી નહિ નીકળે.

 

(12:57 pm IST)
  • વિધાનસભામાં ભારે ધમાલઃ રાજયપાલએ પ્રવચન અધુરૂ મુકવુ પડયું : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની ધમાલઃ બાળ મૃત્યુંના વિરોધમાં ઉગ્ર સુત્રોચ્ચારઃ રાજયપાલ આર્ચાય દેવ્રવતએ પ્રવચન ટુકાવ્યું પડયું: ગૃહ ૧૫ મીનીટ મોકુફઃ કોંગી ધારાસભ્યો બેનરો સાથે અધ્યક્ષ નજીક ધસી ગયા હતાઃ નાગરીકા સંસોધન કાયદાનો પણ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધઃ બાળમૃત્યુ, ખેડૂતોની આત્મહત્યા, બેરોજગારી, પાકવિમો જેવા બેનરો સાથે વિપક્ષનો જોરદાર વિરોધ પ્રદર્શન access_time 12:18 pm IST

  • ભાજપની આવકમાં ૧૩૫ ટકાનો વધારો : ૨૦૧૮-૧૯માં ભાજપાની આવક ૧૩૫ ટકા વધીને ૨૪૧૦ કરોડે પહોંચી છે. ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપાને ૧૬૬૦ કરોડ મળ્યા છે જે બીજા બધા પક્ષોના સરવાળા કરતા પણ વધુ છે. કોંગ્રેસને ૩૮૮ કરોડ આ બોન્ડ દ્વારા મળ્યા છે. access_time 12:54 pm IST

  • જેએનયુ વિવાદ પર કંગના રનૌતનું મોટું નિવેદન : કહ્યું ગુંડાઓને ચાર-ચાર ઝાપટ મારો : ફિલ્મ પંગાના પ્રમોશન દરમિયાન કંગનાએ કહ્યું તોફાની તત્વોને પોલીસ કસ્ટડીમાં લઈ લો અને ચાર -ચાર થપ્પડ મારી દો જેથી તેમનો અહંકાર દૂર થાય. :આવા ગુંડાઓ દરેક શેરી, વિસ્તાર અને કોલેજોમાં હોય છે :તેમને રાષ્ટ્રીય મુદ્દો બનાવશો નહીં. આ મુદ્દા રાષ્ટ્રીય મુદ્દાઓને લાયક નથી access_time 11:56 pm IST