Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કાજુ ખાવ, યાદશકિત વધારો

કાજુનો ઉપયોગ મિઠાઈ અને શાકભાજીની ગ્રેવીને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. કાજુને આપણે ડ્રાઈ ફ્રુટ, મિઠાઈ અને કેટલાય પકવાનોમાં, શાકમાં, ચટણીમાં ખાઈએ છીએ. કાજુ ખાવાથી શરીરનું મેટાબોલીઝમ યોગ્ય રહે છે અને હૃદયની બીમારી પણ દૂર થાય છે. કાજુમાં પોટેશીયમ, કોપર, ઝીંક, આયરન, મેંગનીઝ, સેલેનીયમ જેવા મિનરલ્સ હોય છે.

. કાજુને ઉર્જાનો એક સારો સ્ત્રોત ગણવામાં આવે છે. તેને ખાવાથી સ્વાસ્થ્યને  નુકશાન પહોંચતુ નથી અને શરીરમાં એનર્જી બની રહે છે.

. કાજુ કોલેસ્ટ્રોલને નિયંત્રીત રાખે છે. જેમાં પ્રોટીન વધારે હોય છે અને આ ઝડપથી પચી જાય છે. કાજુને આયરનનો એક સારો સ્ત્રોત ગણવામાં આવે છે. તે રકતની ખામીને દૂર કરવા માટે ફાયદાકારક છે.

. કાજુ ખાવાથી ત્વચા ગ્લો કરવા લાગે છે અનેે ચહેરો નીખરે છે. સૌંદર્ય વધારવા માટે ઘરેલુ નુસ્ખામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

. કાજુ વિટામીન-બીનો ખજાનો છે. ભુખ્યા પેટે કાજુ ખાઈને મધ ખાવાથી સ્મરણ શકિત વધે છે. કાજુ ખાવાથી યુરિક એસિડ બનવાનું બંધ થઈ જાય છે અને તેના સેવનથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ રહે છે.

 

(9:34 am IST)