Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વીકમાં ૪પ કલાકથી વધુ કામ કરતી મહિલાઓમાં ડાયાબિટીઝનું જોખમ વધુ

લંડન, તા.પઃ ફુલટાઇમ જોબમાં રોજ આઠ કલાક કામ કરવાનું હોય. એ હિસાબે વીકમાં છ દિવસ કામ કરતી વ્યકિતએ ૪૮ કલાક કામ કરવાનું થાય. જોકે સ્ત્રીઓ માટે આઠ કલાક અને છ વર્કિગ દિવસ હોય એવી વર્ક-પેટર્ન હેલ્ધી નથી. એમ કરવાથી તેમને ડાયાબિટીઝ થવાનું જોખમ ૭૦ ટકા જેટલું વધી જાય છે. જે સ્ત્રી-પુરૂષો વીકમાં ૩૦ થી ૪૦ કલાક કામ કરે છે એની સરખામણીએ ૪પ કલાક કામ કરતી મહિલાઓમાં ડાયાબિટીઝનું જોખમ વધુ હોય છે. પુરૂષોમાં વધુ કલાકોના કામ સાથે ડાયાબિટીઝનું જોખમ વધતું કે ઘટતું હોય એવું જોવા નથી મળ્યું. કેનેડાની કયુબેક યુનિવર્સિટી હોસ્પિટલના પ્રોફેસરોનું કહેવું છે કે સ્ત્રીઓમાં લાંબા વર્કિગ-અવર્સની કારણે ક્રોનિક સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. સ્ટ્રેસને કારણે શરીરમાં ઇન્સ્યુલિન પેદા થતું હોવા છતાં વપરાતું નથી અને ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ પેદા થાય છે. અભ્યાસમાં રિસર્ચરોએ ૩પથી ૭૪ વર્ષના ૭૦૬પ સ્ત્રી-પુરૂષોનો બાર વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. લાંબા ગાળા સુધી આઠ કલાકની જોબ કરતી મહિલાઓમાં ડાયાબિટીઝનું પ્રમાણ વધુ હતું. પુરૂષોમાં કામના કલાકોની કોઇ અસર નહોતી.

(4:50 pm IST)