Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

નવી નોકરી શોધી રહ્યા છો? તો આવી રીતે બનાવો રિઝયુમ

આજના સમયમાં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. એવામાં જો આપણે ઈચ્છીએ તેવી જ નોકરી મળી જાય તો કેવુ સારૂ! આપણને ગમે તેવી નોકરી મેળવવીએ એટલુ મુશ્કેલ પણ નથી. તેના માટે જરૂર છે, માત્ર તમારા રીઝયુમને યોગ્ય રીતે તૈયાર કરવાની. ઉલ્લેખનીય છે કે, તમારૂ રિઝયુમ જોઈને જ કોઈ પણ કંપનીના એચઆર તમારી ક્ષમતાઓનું આલેખન કરે છે. જો તમારૂ રિઝયુમ અસરકારક નહિં હોય તો નોકરી મળવી એ બહુ દૂરની વાત છે. તો જાણી લો કે ખરેખર રિઝયુમ કેવી રીતે બનાવવુ જોઈએ.

તમે તમારા કેરીયર ઓબ્જેકિટવમાં સાફ લખો કે તમે નોકરીમાં કઈ પોસ્ટ ઈચ્છો છો અને કેમ  ઈચ્છો છો? તેની સાથે તમે કયા કામમાં નિપુણતા ધરાવો છો તે ૨-૩ લાઈનમાં જણાવવું.

રિઝયુમને પ્રભાવી બનાવવા માટે અલગ-અલગ પ્રકારના ફોન્ટ અને કલરનો ઉપયોગ ન કરવો. તેનાથી તમારૂ રિઝયુમ સારૂ નહીં લાગે.

રિઝયુમને પ્રભાવી બનાવવાનો અર્થ એ નથી કે તમે તેમાં લાંબુ લખાણ લખો. રિઝયુમ એક કે બે પેઈજથી વધુ લાંબુ ન હોવુ જોઈએ.

એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે તમારૂ રિઝયુમ પ્રોફે઼શ્નલ લાગવુ જોઈએ.

(9:26 am IST)