Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં હલકી ગુણવતાને લીધે ગાબડું પડતા ખેડૂતોના પાકને નુકશાન

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વાવ, ભાભર, સુઈગામ તાલુકામાં નર્મદા કેનાલોના કામની હલકી ગુણવત્તાને કારણે વારંવાર કેનાલોમાં ગાબડાં પડે છે અને ખેડૂતોનો મહામુલો પાક નષ્ટ થાય છે છતાં તંત્ર દ્વારા કોઈ જ દરકાર ન લેવાતી હોવાનો ખેડૂતોને રંજ છે.

સુઈગામ તાલુકાના મોરવાડાની સીમમાં કેનાલમાં 15 ફૂટનુ ગાબડુ પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી રેલાતા રવિપાકને ભારે નુકસાન થવા પામ્યું છે. કચ્છ બ્રાન્ચમાં જોડાયેલી ધ્રેચાણા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી મોરવાડા માઈનોર-1 કેનાલમા ગાબડુ પડતાં હજારો લીટર પાણી વેડફાયું છે અને આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ રવિપાક નષ્ટ થવાપામ્યો છે. ખેડૂતોને મોંએ આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે. કોન્ટ્રાક્ટરો અને નર્મદા વિભાગના કર્મીઓની સાંઠગાંઠના કારણે હલકી ગુણવત્તાની કેનાલોના કારણે વારંવાર કેનાલોમાં ગાબડાં પડે છે તેવું ખેડૂત આલમનુ માનવું છે.

 

 

(5:52 pm IST)