Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વડોદરાથી હાલોલ જતા રસ્તે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકતા અફડાતફડી

વડોદરા: શહેરથી હાલોલ તરફ જવાના માર્ગ પર ભણીયારા નજીક આવેલા લાકડા,પ્લાસ્ટિક ના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવા પામી હતી. આગ એટલી મોટી હતી કે આસપાસના ગામોમાં રાત્રીના સમયે ધુમાડા ના ગોટેગોટા છવાયા હતા.

વડોદરા હાલોલ હાઇવે પર ભણીયારા ગામ નજીક એક પ્લાસ્ટિક ભાંગરનું ગોડાઉન આવેલું છે. જે ગોડાઉનમાં ગત રાત્રીના સમયે કોઈ કારણોસર ભીષણ આગ લાગવા પામી હતી. આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી. ઘટના સ્થળ પર વાઘોડિયા GIDC અને વડોદરા ફાયરબ્રિગેડ નો કાફલો પહોંચ્યો હતો. અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથીમ જ્યારે આગમાં લાખોની કિંમતનું ભંગાર બળીને ખાખ થયું હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

 

 

 

 

(5:45 pm IST)