Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ટેકાના ભાવનો પ્રશ્ન વિદ્યાનસભામાં સરકાર કહે ભાવ કેન્દ્ર નકકી કરે છે

ધારાસભ્ય કનુભાઇ બારૈયાને સરકારનો જવાબ

ગાંધીનગર, તા.૨૨:  કપાસ અને મગફળીના પોષણ ક્ષમ ભાવ બાબતે રાજય સરકારની ભૂમિકા અંગે ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા ભાવ કેન્દ્ર દ્વારા નકકી થતા હોવાનો સરકારે જવાબ આપ્યો હતો.

 કૃષિમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ તથા મગફળી સહિતના પાકો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે. અને પ્રસિધ્ધ કરવામાં આવે છે. રાજય સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવતા નથી. તા. ૩૧-૧૨-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા બે વર્ષના કેન્દ્ર સરકારે કપાસ અને મગફળી માટે ટેકાના ભાવો જાહેર કરેલ.ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરેલ કપાસના ટેકાના ભાવોને ધ્યાને લઇ ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા જુદી-જુદી ગુણવતાના કપાસની જાતો માટે ટેકાના ભાવો નકકી કરવામાં આવે છે. જે પૈકી ગુજરાત રાજયમાં મુખ્યત્વે ઉત્પાદીત થતી કપાસની મધ્યમતારી, મધ્યમ-લંબતારી અને લંબતારી જાતો માટે તા.૩૧-૧૨-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નકકી કરેલ છે. રાજય સરકાર પોષણક્ષમ ભાવો નિયત કરતી ન હોવાથી ભાવો પ્રસિધ્ધ કરવાનો પ્રશ્નો ઉપસ્થિત થતો નથી.(૨૨.૧૦)

 

 

(3:00 pm IST)