Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બોરસદમાં ટાઉનહોલ નજીક ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 13 શકુનિઓની રંગે હાથે ધરપકડ

બોરસદ:શહેરના ટાઉન હોલ પાસે જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટીમે દરોડો પાડયો હતો. જેમાં ૧૩ શખ્શોને જુગારના સાધનો તેમજ દાવ ઉપરની રોકડ રૂા. ૧૧,૨૮૦ અને ૧૧ જેટલા મોબાઇલ સાથે ઝડપી પાડી શહેર પોલીસને હવાલે કર્યા છે. 

બોરસદ શહેરના ટાઉન હોલ નજીકમાં રાત્રીના આઠેક વાગ્યાના સુમારે જાહેરમાં હારજીતનો જુગાર રમતા, રમાડતા ૧૩ શખ્શોને પોલીસે ચોક્કસ બાતમી આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જુગાર રમતા બોરસદના રાકેશભાઇ, રમેશભાઇ, અરવિંદ, જયંતિભાઇ રાણા, શબ્બીર મલેક, નટુ તળપદા, ગુલાબ વાઘરી, મફત રાણા, શંભુભાઇ ઠાકોર, રાજેશ વાઘરી, અબ્દુલકૈયુમ વ્હોરા, મુકેશ વાઘરી, વિઠ્ઠલભાઇ પ્રજાપતિ, કનુભાઇ પરમાર(બોચાસણ) તેમજ ભઇલાલભાઇ સોલંકી (કઠાણા)ને ઝડપી પાડીનેે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(3:34 pm IST)