Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અમદાવાદના એસજી હાઇવે પર પુરપાટ ઝડપે જતી કારે પીઆઇની ગાડીને હડફેટે લીધી: ચાર શખ્સોને ગંભીર ઇજા

અમદાવાદ:એસ.જી.હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક મોડી રાત્રે પુરપાટ ઝડપે જઈ રહેલી કારએ પોલીસ ઈન્સ્પેક્ટરની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઈન્સ્પેટર અને કારમાં જઈ રહેલા ચાર શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રાફિકના એ ડિવીઝન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ ૧૫ નવેમ્બરના રોજ રાત્રે સવા એક વાગ્યે એસીબીમાં ફરજ બજાવતા પી.આઈ.વિરાટસિંહ જાડેજા એસ.જી.હાઈવે પરથી પોતાની ઈકો સ્પોર્ટસ ગાડી લઈને ઘરે જઈ રહ્યા હતા.

દરમિયાન નિરમા યુનિવર્સિટી પાસે વળાંક પર તેઓ ટર્ન લઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી બ્રીઝા કારએ જાડેજાની ગાડીને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જાડેજાની ગાડી ૫૦ ફુટ દુર ફેંકાઈ ગઈ હતી.

(3:25 pm IST)