Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વડગામના કોદરામ ગામની મહિલાનું સ્વાઈન ફલૂથી મહિલાનું મોત

તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા

બનાસકાંઠા જિલ્લાના વડગામના કોદરામ ગામની મહિલાનું સ્વાઈન ફલૂના રોગથી પીડાતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. સ્વાઈન ફલૂ રોગના કારણે મહિલાના મોત થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર દિવસે અને દિવસે સ્વાઈન ફલૂનો રોગ માઝા મુકી રહ્યો છે. બે ત્રણ દિવસ પહેલા સ્વાઈન ફલૂના રોગે સુરત જિલ્લામા વકરતો જતો હતો. સુરત જિલ્લામાં તંત્ર દ્વારા શહેરમાં દવાનો છંટકાવ કરી કાબુ મેળવવામાં આવી રહ્યો છે ત્યારે સ્વાઈન ફલૂના રોગે હવે બનાસકાંઠા જિલ્લામાં પગપેસારો કરતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના કોદરામ મહિલાને સ્વાઈન ફલૂનો કેસ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન જ મહિલાનું મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

(5:46 pm IST)