Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખેડા પોલીસે મહુધામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી નવ શખ્સોને 81 હજારની મતા સાથે પકડ્યા

ખેડા: પોલીસે મહુધા પોલીસે જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂપિયા ૮૧,૯૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
એસ.સી.બી. ખેડા પોલીસ મહુધા પોલીસની હદમાં પેટ્રોલીંગમાં નીકળી હતી આ દરમિયાન માહિતી મળેલ કે મહુધામાં રહેતા વસીમ મલેકના મકાનમાં જુગાર રમાય છે જેથી પોલીસે દરોડો પાડતા પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા વસીમ શબ્બીરમીયાં મલેક, હબીબઉલ્લા અમનઉલ્લા મલેક, ઈમ્તીયાજ અલાદમીયાં મલેક, ઘનશ્યામ લાલાભાઈ કાછીયા, કનુભાઈ અંબાલાલ રાવળ, તોફીકહુસેન મહંમદ હુશેન મલેક, ફિરોજખાન મીજલખાન પઠાણ, મહંમદ નજીરમીયાં મલેક તથા સદામમીયાં મુનાવર મીયાં મલેકને ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં પત્તા પાના, જુગાર રમવાના સાધનો, એક મોટર સાયકલ, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા૮૧,૯૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ અંગે મહુધા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:35 pm IST)