Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

28 જુલાઇથી શરુ થશે ભોળાનાથનો અનન્ય મહિમા ધરાવતો શ્રાવણ માસ : આ વર્ષે શ્રાવણ મહિનો ર૮ કે ર૯ નો નહિ પરંતુ પુરા ૩૦ દિવસનો : ૧૯ વર્ષ પછી દુર્લભ સંયોગ સર્જાયો

અમદાવાદ : આ વર્ષે પવિત્ર શ્રાવણ ‌મહિનો ર૮ કે ર૯ દિવસનો નહિ પરંતુ પુરા ૩૦ દિવસનો છે. ૧૯ વર્ષ પછી દુર્લભ સંયોગ સર્જાયો છે.

હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનો 30 દિવસ હોવા પાછળ અધિક માસ છે. 28 જુલાઇના રોજ શ્રાવણ માસનો પહેલો દિવસ હશે જોકે 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. શ્રાવણ મહિનામાં સોમવારના દિવસનું ખાસ મહત્વ છે. એવું કહેવામાં આવે છે

સોમવાર ભગવાન શિવનો દિવસ હોય છે અને શ્રાવણ મહિનાના દિવસોમાં શિવલિંગ પર છળ ચઢાવવાથી સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. આ વખતે શ્રાવણ મહિનામાં શુભ યોગ સર્જાઇ રહ્યો છે. આ વખતે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર છે. સોમવાર બાબા ભોલેનાથને દુગ્ધાભિષેક તથા તે દિવસે વ્રત રાખવું તથા શ્રદ્ધા ભાવથી પૂજન અર્ચન કરનાર આસ્થાવાનોની મનોકામના ભગવાન શિવ પૂરી કરે છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે.

આ વખતે શ્રાવણ મહિનામાં કરોડ સૂર્યગ્રહણના ફળ બરોબર જ ભૌમવતી અમાવસ પણ આવે છે. શ્રાવણ મહિનામાં બાબાને ભાંગ, બિલીપત્ર અને દૂધ ચઢાવવાની મનવાંક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ ગરીબોને દાન આપવાથી પુણ્યનું ફળ મળે છે. જોકે મહાદેવ ખૂબ ભોળા ગણવામાં આવે છે એટલા માટે સાચા મનથી જળ ચઢાવીને રીજવી શકાય છે. 

(2:48 am IST)