Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વલસાડના તિથલ દરિયાકાંઠે 10થી 15 ફૂટ મોજા ઉછળ્યા :પોલીસ તૈનાત :સહેલાણીઓને અટકાવાયા

વલસાડમાં તિથલ દરિયા કાંઠે ભરતીના વિકરાળ મોજા ઉછળતા બીચ પર પાણી પ્રસરી ગયા હતાં. દરિયમાં આશરે 10 થી 15 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળતા હોમગાર્ડ અને પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દરિયા કિનારે સહેલાણીઓને જતા અટકાવવા માટે દોરડું બાંધી  દેવામાં આવ્યુ હતુ.  તિથલ દરિયા કિનારે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા  તેમણે દરિયાઈ મોજાની મજા માણી હતી.

(8:19 pm IST)