Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી મામલે ઈલેક્શન પિટિશન પર હાઇકોર્ટમાં ચાલશે ટ્રાયલ

બળવંતસિંહની પિટિશન રિજેક્ટ કરવાની અહમદ પટેલની અરજી ફગાવાઈ

 

અમદાવાદ :ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મામલે ઇલેક્શન પિટિશન પર હાઇકોર્ટમાં ટ્રાયલ ચાલશે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી છે. અહેમદ પટેલે બળવંતસિંહ રાજપૂતની ઈલેક્શન પિટિશન રિજેક્ટ કરવાની અરજી કરી હતી જે હાઈકોર્ટે ફગાવી છેઇલેક્શન પિટિશન પર હાઇકોર્ટમાં ટ્રાયલ ચાલશે.

 

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને લઈને બળવંતસિંહ રાજપૂતે પિટીશન કરી હતી. જેને અહેમદ પટેલે પડકારી હતી

(9:58 pm IST)