Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

રાપરના નીલપર ગામે બે મહિલાઓએ ઝેર ગટગટાવ્યું :પોલીસના આતંકના કારણે ઝેર પીધાનો આરોપ

રાપરના નીલપર ગામે બે મહિલાઓએ ઝેર ગટગટાવ્યુ હતું તેમાં પોલીસના ત્રાસને કારણે પગલું ભર્યાનો આરોપ લગાવાયો છે રાપરના નીલપર ગામે પોલીસે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. જેમાં તપાસ કરવા ગયેલા પીએસઆઇના આતંકના કારણે બે મહિલાઓએ ઝેર ગટગટાવ્યુ છે. 

પોલીસના ત્રાસના કારણે બે મહિલાઓએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

 

(12:58 am IST)