Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઉમરેઠ તાલુકાના બેચરી ગામની સીમમાંથી યુવતીની લાશ મળતા ખળભળાટ

આણંદ : ઉમરેઠ તાલુકાના બેચરી ગામની સીમમાંથી પસાર થતી એક યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના દશેક વાગ્યાના સુમારે બેચરી ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં એક મહિલાની લાશ જોતાં જ દિલીપભાઈ જેઠાભાઈ પટેલે ઉમરેઠ પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને લાશને બહાર કઢાવીને પીએમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. જ્યાં પીએમ કરાવતા પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયાનું ખુલવા પામ્યું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર મરણ જનાર યુવતી ૩૫ વર્ષની ઉંમરની છે અને કોઈ શંકાસ્પદ નથી. તેના વર્ણનના આધારે તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. 

(4:42 pm IST)