Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અમદાવાદમાં રસ્‍તા ઉપર વિજ થાંભલો પડતા વૃદ્ધ દંપતિ ઇજાગ્રસ્‍તઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વૃદ્ધ દંપતિ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતા. જે દરમિયાન અચાનક આ થાંભલો વૃદ્ધ દંપતિ પર પડ્યો હતો. અને બંને વૃદ્ધ દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોત જોતામાં અહીં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. અને ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

મહત્વનું છે કે આ વીડિયોની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અહીં સવાલ એ થાય છે કે જો આ થાંભલો પેલેથી જ ઝુકેલો હતો. તો પછી તંત્ર દ્વારા કેમ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી? અથવા તો આ થાંભલો કેમ હટાવી લેવામાં ન આવ્યો?

(6:55 pm IST)