Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે બ્રાન્ડેડ ચાના નામે ડુપ્લીકેટ પેકેટ વેચતો દુકાનદાર ઝડપાયો

અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે વાધબાકારી ચાના ડુપ્લીકેટ પેકેટ બનાવતા દુકાનદાર ઝડપાયો છે. વાધબાકરી કંપની અધિકારી અને સ્થાનિક એજન્સી અને પોલીસ દ્વારા નાકોરા એન્ટર પ્રાઈઝમાં દોરોડા પાડી 250 ગ્રામના 24 પેકેટ મળી કુલ 6 કિલો ચા જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દુકાનદાર વાઘબકરી ચાનું ડુપ્લીકેટ પેકેટ માર્કા સાથે બનાવીને વેચાણ કરતો હતો. જીઆઇડીસી પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવ સંદર્ભે કોપીરાઈટ એક્ટ હેઠળ વાઘબકરી ચાના ઓથોરાઇઝ ડીલર નરેશ સુથારવાલા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નાકોરા એન્ટરપ્રાઇઝના સંચાલક મહાવીર કોઠારી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી.

(7:40 pm IST)