Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વડોદરા નજીક દેવલીયા ચોકડી પાસે ડમ્પરની ઠોકરે બાઇકસવાર નવદંપતીનું મોત: ઘેરો શોક

એક મહિના અગાઉ લગ્ન થયેલ : પિયરથી બે દિવસ પહેલા જ સાસરિયામાં આવેલ વહુને લઈને દર્શન કરી પરત ફરતા રસ્તામાં કાળ ભેટી ગયો

વડોદરા નજીક આવેલી દેવલીયા ચોકડી પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતા નવદંપતીનું મોત થયું છે એક મહિના અગાઉ લગ્ન થયેલ આ નવ દંપતી દર્શન કરવા ગયેલ હતા ત્યાંથી પરત ફરતી વેળાએ ડમ્પરે અડફેટે લેતા બંનેના કરૂણમોત નિપજતા ઘેરો શોક છવાયો છે

  મળતી વિગત મુજબ વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં સુભાષચોકમાં રહેતા રર વર્ષીય કિશન નરવતસિંહ તડવીના લગ્ન એક મહિના અગાઉ સંખેડા તાલુકાના ચમરવાડા ગામની રહીશ ર૦ વર્ષીય કૌશલ્યા સાથે થયા હતા.લગ્ન બાદ કૌશલ્યા થોડા દિવસ માટે તેના પિયર ગઇ હતી. બે દિવસ અગાઉ જ સાસરીમાં આવી હતી. કિશન અને કૌશલ્યા પૂનમ નિમિત્તે ભાદરવા ખાતે દર્શન કરવા ગયા હતા.

  પૂનમ ભરી આ નવદંપતી બાઇક પર પરત આવી રહ્યા હતા ત્યારે વડોદરા નજીક દેવ‌િલયા ચોકડી પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા કિશન અને કૌશલ્યા રોડ પર પટકાયા હતા.માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે કૌશલ્યાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે કિશનને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું પણ મોત થયું હતું.

  એક મહિનાના લગ્નગાળા દરમ્યાન દંપતીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. બંનેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો દાખી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:12 pm IST)