Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પાલનપુરના એરોમા સર્કલ પર ટેન્કરની અડફેટે સગીરનું કરૂણમોત :એક ઘાયલ

રોડ ઓળંગવા જતા બે કિશોરને ટેન્કર ચાલકે અડફેટે લીધા

પાલનપુર શહેરના એરોમા સર્કલ પર રોડ ઓળંગવા જતા બે કિશોરને ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

   પાલનપુર તાલુકાના ગઢ સ્થિત વિમળા બા શાળામાંથી ધોરણ-4માં અભ્યાસ કરતો 10 વર્ષીય કિશોર શિરાજુદીન મહમદ ઇસાક સિંધી ખેલ મહાકુંભ અંતર્ગત ગોધરા ખાતે રમવા ગયો હતો. જેઓ શિક્ષક તેમજ અન્ય સાથી મિત્રો સાથે શનિવારે પરત આવ્યા હતા. જ્યાં પાલનપુર ખાતે એરોમા સર્કલે ઉતરી ડીસા તરફના હાઇવે જવા માટે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે બે કિશોરોને અડફેટે લીધા હતા. જેમાં શિરાજુદીનને ગંભીર ઈજાઓ થતાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા છાત્રને ગંભીર ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

(10:57 pm IST)