Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પંચમહાલના વાતાવરણમાં પલ્ટો : ગોધરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડા પવન સાથે કમોસમી વરસાદ

કમોસમી વરસાદી માહોલને લઇ ખેડૂતો ચિંતિત બન્યા

પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોધરા સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ઠંડો પવન ફુંકાવાની વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદી માહોલને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયેલા છે. આવા સમયે શિયાળામાં કમોસમી વરસાદ થતા ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવો ઘાટ થયો છે.

(10:19 pm IST)