Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

બોપલ પોલીસ મથકના કર્મચારીનું દુર્ઘટના મોત

બગોદરા પાસે અકસ્માતમાં મોત

અમદાવાદ, તા.૩૦ :   બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અલકેશભાઈનું આજે વહેલી સવારે બગોદરા નજીક અકસ્માતમાં મોત નીપજ્યું છે. બોપલ પોલીસમથકના પોલીસ કર્મચારીનું અકસ્માતમાં મોત નીપજવાના સમાચારને પગલે અમદાવાદ શહેર પોલીસ બેડામાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બોપલ પોલીસમથકમાં ફરજ બજાવતાં અલ્કેશભાઇ બગોદરા હાઇવે પરથી આજે સવારે પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન સાથે સર્જાયેલા અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત થયું હતું. અકસ્માતમાં મોતના પગલે ગ્રામ્ય પોલીસના કર્મચારીઓ અને મૃતકના પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેર પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માત સર્દભ તપાસ ચાલી રહી હોવા છતાં પરિવાર ઉપર ઘટનાથી આફત તુટી પડી છે.

(8:38 pm IST)