Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વલસાડમાં ફોટા-વિડિઓ વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને સબંધ બાંધવા દબાણ: નરાધમને ઝડપી લેવાયો

આરોપી નરેશ ઉર્ફે વલી અગાઉ પણ ઘણા ગુનાઓમાં જેલની સજા ભોગવી આવ્યો છે

વલસાડમાં યુવક યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.મિત્ર સાથેના ફોટા અને વિડિઓ વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને પોતાની સાથે દબાણ કરતા આરોપીને ઝડપી લેવાયો છે

 કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને શહેરના ડિસ્પેન્સરી રોડ બરૂડીયાવાડમાં રહેતો નરેશ નામનો યુવક બ્લેક મેઇલ કરતો હતો. અને પોતાની સાથે સબંધ બનાવવા માટે દબાણ કરતો હતો અને કહેતો હતો કે તારા કઢંગી હાલતમાં તારા મિત્ર સાથે ફોટા પડી લીધા છે અને વિડીયો પણ ઉતારી લીધા છે. જો તું મારી સાથે સબંધ નહીં રાખે તો તારા વિડીયો વાયરલ કરી નાખીશ

 . અવારનવારઅપાતી  ધમકીથી કંટાળીને યુવતીએ આખરે પોતાના પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.પોલીસે ફરિયાદના આધારે નરાધમ યુવક નરેશ ઉર્ફે વલીને ઝડપીને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 જાણવા મળ્યા મુજબ નરાધમ નરેશ પટેલ ઉર્ફે વલી અગાઉ પણ ઘણા ગુનાઓમાં જેલની સજા ભોગવી આવ્યો છે. ત્યારે વલસાડ પોલીસ આ નરાધમને કડકમાં કડક સજા કરે એવી સમાજના જાગૃત લોકોએ માંગ કરી છે.

(10:00 pm IST)