Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

એકતા ઉત્સવ અંતર્ગત વિરમગામ નગરપાલિકા થી મુનસર દરવાજા સુધી બાઇક રેલી કાઢવામાં આવી

-૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વિરમગામ ખાતે ટાવર થી ગોલવાડી દરવાજા સુધી સવારે ૭.૦૦ કલાકે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : શનિવારે વિરમગામ નગરપાલિકા ખાતેથી બાઇક રેલી દ્વારા એકતાનો સંદેશો નગરજનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વિરમગામ નગરપાલિકા ખાતેથી બાઇક રેલીને પ્રાંત ઓફિસર ભાવેશભાઈ દવે દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.  બાઇક રેલીમાં વિરમગામ પ્રાંત અધિકારી ભાવેશભાઈ દવે, મામલતદાર રણજીતસિંહ મોરી, ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબર ભારતભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવાય છે. એકતા દિવસની ઉજવણીના અનુસંધાને સમગ્ર દેશમાં ઓક્ટોબર માસનું અંતિમ અઠવાડિયું 'એકતા ઉત્સવ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વિરમગામ ખાતે ટાવરથી ગોલવાડી દરવાજા સુધી સવારે ૭.૦૦ કલાકે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાહપુર, વેકરીયા, ડુમાણા, જેતાપુર અને ઉખલોડ ખાતે પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(7:18 pm IST)